Connect Gujarat
સ્પોર્ટ્સ

વિરાટ કોહલી અનફિટ, બીજી મેચમાંથી બહાર, કેએલ રાહુલ ટીમનું સુકાન સંભાળસે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે

વિરાટ કોહલી અનફિટ, બીજી મેચમાંથી બહાર, કેએલ રાહુલ ટીમનું સુકાન સંભાળસે
X

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે કેપ્ટન વિરાટ કોહલી આ મેચમાં નથી રમી રહ્યો અને તેની જગ્યાએ કેએલ રાહુલ ટીમની કમાન સંભાળી રહ્યો છે.

કેએલ રાહુલે ટોસ સમયે કહ્યું હતું કે વિરાટ કોહલી ઈજાગ્રસ્ત છે અને તેની પીઠમાં સમસ્યા છે જેના કારણે તેને આરામ આપવામાં આવ્યો છે. આશા છે કે આગામી ટેસ્ટ મેચ સુધીમાં વિરાટ કોહલી ફિટ થઈ જશે, તમને જણાવી દઈએ કે આ મેચ વિરાટ કોહલી માટે ખાસ હતી કારણ કે આ તેની 99મી ટેસ્ટ મેચ હતી. જો વિરાટ કોહલી આ મેચમાં રમ્યો હોત તો શ્રેણીની છેલ્લી મેચ 100મી ટેસ્ટ મેચ બની હોત. પરંતુ હવે એવું થશે નહીં, કારણ કે ત્રીજી ટેસ્ટ 99મી મેચ હશે.જો પ્લેઇંગ-11ની વાત કરીએ તો વિરાટ કોહલીની જગ્યાએ હનુમા વિહારીને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. હનુમા વિહારી લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે, તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેની છેલ્લી મેચ રમી હતી.

Next Story