Connect Gujarat
સ્પોર્ટ્સ

ક્રિકેટ જગતના "યુવરાજ"ની થશે મેદાન વાપસી, નિવૃત્તિમાંથી પરત ફરવા યુવરાજ સિંહે હિન્ટ્સ આપી...

ક્રિકેટ જગતના યુવરાજની થશે મેદાન વાપસી, નિવૃત્તિમાંથી પરત ફરવા યુવરાજ સિંહે હિન્ટ્સ આપી...
X

ક્રિકેટ જગતના "યુવરાજ"ની થશે મેદાન વાપસી, નિવૃત્તિમાંથી પરત ફરવા યુવરાજ સિંહે હિન્ટ્સ આપી...

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહના નામ પરથી તમે જલ્દી જ ભૂતપૂર્વ ખેલાડી શબ્દને હટાવતા જોઈ શકો છો. હા, ટૂંક સમયમાં સિક્સર કિંગ ક્રિકેટમાં વાપસીની તૈયારી કરી રહ્યો છે. જેને લઈને તેણે સોશિયલ મીડિયા પર કેટલીક હિન્ટ્સ આપી હતી, જેના કારણે તેના ચાહકોમાં ખુશીનો માહોલ છે અને હવે દરેક જગ્યાએ યુવરાજની ચર્ચા થઈ રહી છે, જ્યારે પણ ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓને યાદ કરવામાં આવે છે, ત્યારે તેમાં યુવરાજ સિંહનું નામ પણ આવે છે.

સૌ પ્રથમ વર્ષ 2007માં 6 બોલમાં 6 છગ્ગા અને પછી 2011ના વર્લ્ડ કપમાં કેન્સર સામે લડતી વખતે પણ મેદાન પર ઉભા રહીને 6 છગ્ગા ફટકાર્યા હતા તે બધાને યાદ છે. પરંતુ હવે યુવી કંઈક અલગ જ સમાચારમાં આવ્યો છે અને આ વાત ફેન્સને ખુશ કરી દીધા છે. જોકે, વર્ષ 2019માં યુવરાજ સિંહે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, જ્યારે આ પોસ્ટમાં તેણે એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સિંહે તેની 2017ની ઇનિંગના કેટલાક શોટ્સ મૂક્યા છે. જે તેણે કટકમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. આ ઈનિંગમાં પણ યુવરાજ સિંહે 127 બોલમાં 150 રન બનાવ્યા હતા, જ્યારે આ વીડિયોમાં યુવીએ કેસરીનું ગીત 'તેરી મિટ્ટી મેં મિલ જવા' પણ ગાયું છે. યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ક્રિકેટમાં વાપસીનો સંકેત આપ્યો છે. યુવીએ પોસ્ટ પર લખ્યું છે કે, ભગવાન તમારી કિસ્મત નક્કી કરે છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં ક્રિકેટની વાપસીની ચર્ચાએ પણ જોર પકડ્યું છે, ત્યારે યુવીના ફેન્સમાં ઘણો ઉત્સાહ છવાયો છે.

Next Story
Share it