Connect Gujarat
Featured

સુપરસ્ટાર શાહરૂખ ખાને બૉલિવુડમાં 28 વર્ષ કર્યા પૂર્ણ

સુપરસ્ટાર શાહરૂખ ખાને બૉલિવુડમાં 28 વર્ષ કર્યા પૂર્ણ
X

સુપરસ્ટાર શાહરૂખ ખાને બૉલિવુડમાં 28 વર્ષ પૂર્ણ કર્યા છે તેનું માનવું છે કે, આ લોકોની મહેરબાની છે, જેમણે લગભગ ત્રણ દશકથી તેમને મનોરંજન કરવાનો અવસર મળ્યો છે.

અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક નોટ લખીને પોતાના પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો.

શાહરૂખ ખાને લખ્યું કે, 'ખબર નથી ક્યારે મારૂં જુનૂન મારો હેતુ બની ગયો અને મારો શોખ બદલી ગયો. આટલા વર્ષોમાં મને તમારું મનોરંજન કરવાનો અવસર આપવા માટે બધાનો આભાર.

'અને લખ્યું કે, મને વિશ્વાસ છે કે, મારો જુનૂન મને હજૂ કેટલાય વર્ષો સુધી તમારી સેવા કરવાનો અવસર આપશે. 28 વર્ષ અને કાઉન્ટિંગ શરૂ...

https://www.instagram.com/p/CB-AuH5FQ5P/?utm_source=ig_embed&utm_campaign=loading

આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, આ પળને કેમેરામાં કેદ કરવા માટે તમારો આભાર ગૌરી ખાન.

શાહરૂખે 'સર્કસ' અને 'ફૌજી' જેવા નાના પડદાના શોથી અભિનયમાં પગલુ રાખ્યું હતું. જે બાદ 1992માં શાહરૂખે 'દીવાના'થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

જેમાં દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને દિવ્યા ભરતી પણ હતા.તેમની અમુક સફળ ફિલ્મોની યાદીમાં 'ડર', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'દિલ તો પાગલ હૈ', 'કુછ કુછ હોતા હૈ', 'સ્વદેશ', 'ચક દે ઇન્ડિયા!', 'કભી ખુશી કભી ગમ', 'માઇ નેમ ઇઝ ખાન' સામેલ છે.

Next Story