સુરતમાં માથું કપાયેલ હાલતમાં યુવાનની લાસ મળી...!

New Update
સુરતમાં માથું કપાયેલ હાલતમાં યુવાનની લાસ મળી...!

સુરતમાં લાસ મળવાનો સિલસિલો યથાવત છે જ્યારે ડીંડોલી પોલીસ સ્ટેશનની હદમાં માથું કપાયેલી હાલત માં એક યુવાનની લાસ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

સુરત ક્રાઈમની ધટના વધી રહી હોય એમ લાગી રહ્યુ છે. દિનપ્રતિદિન હત્યા કરાયેલી હાલતમાં લાસ મળવાનો સીલસીલો યથાવત છે. આજ રોજ ડીંડોલી સરકારી આવસ પાસે ખુલ્લા ખેતરમાં માંથી આશરે ૩૦ વર્ષીય સુજય નરેશ પાસવાન નામ યુવાનની ધડથી માથું અલગ કરી દઈ હત્યા કરાયેલી હાલતમાં લાસ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ ઘતનાની ડીંડોલી પોલીસને ઘટના જાણ થતાની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે હત્યા કરાયેલી લાશને પી.એમ. માટે સ્મિમેર હોસ્પિટલ મોકલી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત : અમરોલીમાં યુવકને ચપ્પુ બતાવી રૂ. 7 લાખની ચલાવનાર 2 લૂંટારુઓ આણંદના તારાપુરથી ઝડપાયા...

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ

New Update

અમરોલી વિસ્તારમાં બની હતી લૂંટની ચકચારી ઘટના

યુવકને ચપ્પુ બતાવીને રૂ. 7 લાખની ચલાવી હતી લૂંટ

લૂંટને અંજામ આપનાર 2 લૂંટારુ પોલીસના હાથે ઝડપાયા

પોલીસે આણંદના તારાપુરથી બન્ને લૂંટારુને ઝડપી પાડ્યા

રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ રૂ. 7 લાખની લૂંટ ચલાવી હતી. જોકેલૂંટ ચલાવી ભાગતા લૂંટારુઓ નજીકમાં રહેલાCCTV કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર મામલે સુરત પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં 2 લૂંટારુ જશપાલ ઝાલા અને વિજય પરમારને પોલીસે આણંદના તારાપુરથી ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે લૂંટમાં ગયેલા રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆણંદથી લૂંટ કરવા આવેલા બંને લૂંટારુઓએ પહેલા વિસ્તારની રેકી કરી હતીઅને ત્યાર બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.