Connect Gujarat
Featured

સુરત : અમરોલીમાં જીમ ટ્રેનરની કસરત માટે આવતી કિશોરી પર બગડી દાનત, જુઓ પછી શું કર્યું

સુરત : અમરોલીમાં જીમ ટ્રેનરની કસરત માટે આવતી કિશોરી પર બગડી દાનત, જુઓ પછી શું કર્યું
X

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલાં એક જીમમાં કસરત માટે જતી કિશોરીની ટ્રેનરે છેડતી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. પોલીસે યુવતીના માતા-પિતાની ફરિયાદના આધારે આરોપી જીમ ટ્રેનરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા મોટા વરાછા ખાતે 14 વર્ષય કિશોરી એક જીમમાં કસરત કરવા જતી હતી. તેને જીમમાં ટ્રેનર તરીકે 20 વર્ષય ઉમર ફારૂક આ કિશોરીને ટ્રેનિંગ આપતો હતો. દરમિયાન ફારૂકની નજર કિશોરી ઉપર બગડી હતી. કસરત કરાવતી વેળા ફારૂકે કિશોરી સાથે શારીરીક અડપલા કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે કિશોરીને ફોન કરવા લાગ્યો હતો. કિશોરીને ફારૂકની દાનત પર શંકા જતાં તેણે માતા-પિતાને જાણ કરી હતી. કિશોરીના માતા- પિતા એ તરત જ હરરક્ત માં આવી પોલીસની મદદ લીધી હતી. કિશોરીના માતા-પિતાની ફરિયાદના આધારે પોલીસે જીમ ટ્રેનર ફારૂકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story