Connect Gujarat
સમાચાર

સુરત : સગાઈ તૂટી જતાં યુવકે યુવતીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા, જુઓ પછી યુવતીએ શું કર્યું..!

સુરત : સગાઈ તૂટી જતાં યુવકે યુવતીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા, જુઓ પછી યુવતીએ શું કર્યું..!
X

સુરત શહેરમાં સગાઈ ન થતા યુવતી અને તેની બહેનના બીભત્સ ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર આણંદના યુવકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે.

સુરત સાઇબર ક્રાઇમ પોલીસ મથકે અઠવાડિયા પહેલા જ રાંદેરની યુવતીએ એક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સમાજના કોઈ યુવક સાથે યુવતીના લગ્નની વાત ચાલતા બન્ને મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વાતચીત કરતા હતા. પરંતુ યુવકનું ચારિત્ર્ય ખરાબ હોવાની વાતથી યુવતીના પરિવારે બન્નેના સગાઈની વાત પડતી મૂકી હતી. જેનો બદલો લેવા યુવકે યુવતીના બિભત્સ મેસેજ અને ફોટો ઇન્સ્ટાગ્રામ સહિત ફેસબુક ઉપર અપલોડ કર્યા હતા.

સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે આઈડેન્ટિફાઈ કરી આણંદના વિદ્યાનગર રોડ પર આવેલ શાશ્વત લેન્ડમાર્ક રેસીડેન્સીમાં રહેતા 29 વર્ષીય આરોપી રાજ લોઢીયા નામના યુવકને શોધી કાઢી અટકાયત કરી હતી. જોકે રાજ ડિજિટલ માર્કેટિંગનો ધંધો કરે છે, જ્યારે તેની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રાજની યુવતી સાથે સગાઈ થવાની હતી. પરંતુ કોઇ કારણસર સગાઈની વાતમાં ખલેલ પડતાં વાત ત્યાજ અટકી પડી હતી. જોકે રાજને યુવતી પ્રત્યે એક તરફી પ્રેમ થઈ ગયો હતો, ત્યારે યુવતીએ રાજ સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતાં તે વાતનું ખોટું લાગી આવ્યું હતું. હાલ સાઇબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story