Connect Gujarat
ગુજરાત

સુરત : ભાજપનો આક્રમક મૂડ, રાફેલ મુદ્દે રાહુલ ગાંધી લોકોની માફી માંગે

સુરત : ભાજપનો આક્રમક મૂડ, રાફેલ મુદ્દે રાહુલ ગાંધી લોકોની માફી માંગે
X

રાફેલ

સોદા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી અરજીઓ સુપ્રીમ કોર્ટ

દ્વારા ફગાવવામાં આવી છે. કોંગ્રેસના

જુઠ્ઠાણાને ઉજાગર કરવા માટે ભાજપ દ્વારા રાજ્યભરમાં વિરોધાત્મક ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

રાફેલ સોદા માટે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીઓ

સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં

આવી છે કે, રાફેલ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા

પારદર્શક અને યોગ્ય રીતે થયેલ છે, ત્યારે દેશને ગુમરાહ કરીને હલકી રાજનીતિ કરવા બદલ તેમજ રાફેલ મુદ્દે ક્લીનચિટ આવતા રાહુલ ગાંધી લોકોની જાહેર માફી માંગે તેવી માંગ સાથે સુરત જિલ્લા ભાજપ દ્વારા વિરોધાત્મક ધરણાં પ્રદર્શન યોજાયું

હતું.

Next Story
Share it