Connect Gujarat
ગુજરાત

સુરત ડીંડોલી વિસ્તારમાં તક્ષ્ણ હથીયારના ઘા ઝિંકી કરાઇ યુવાનની હત્યા

સુરત ડીંડોલી વિસ્તારમાં તક્ષ્ણ હથીયારના ઘા ઝિંકી કરાઇ યુવાનની હત્યા
X

સુરત સ્માર્ટ સિટી ક્રાઈમ સીટી તરફ વધી રહી છે દિનપ્રતિદિન ડીંડોલી લિંબાયત સહિત અન્ય વિસ્તારમાં અજાણ્યા ઇસમની લાસ મળવાની ઘટના સહિત હત્યાના બનાવ બની રહ્યા છે.ફરી એકવાર ડિંડોલી વિસ્તારમાં આવેલ માનસી સોસાયટીની બાજુના ખુલ્લા મેદાનમાં ઝાડ નીચે એક યુવાની તિક્ષણ હથીયાર વડે હુમલો કરી હત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

સુરતના ડીંડોલી વિસ્તારનો રહેવાસી મૂળ મહારાષ્ટ્રનો વતની અભિષેક વામનરાવ પાટીન નામના યુવાનની રાત્રી દરમિયાન માનસી રેસીડેન્સી સોસાયટીના બાજુના ખુલ્લા મેદાનના ઝાડ નીચે તિક્ષણ હથીયાર વડે હુમલો કરી હત્યા કરેલી લાશ મળી આવતા ડીંડોલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે હજુ સુધી જાણવા મળેલ નથી. હાલમાં તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા વધુ તાપસ હાથ ધરી છે

Next Story
Share it