Connect Gujarat
Featured

સુરત જિલ્લો થયો પાણી પાણી, ઉમરપાડામાં 8 કલાકમાં પડ્યો 4 ઇંચ વરસાદ

સુરત જિલ્લો થયો પાણી પાણી, ઉમરપાડામાં 8 કલાકમાં પડ્યો 4 ઇંચ વરસાદ
X

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સવારથી જ વરસી રહેલા સાંબેલાધાર વરસાદને જિલ્લામાં ઠેર ઠેર નદીનાળાએ છલકાયા હતા તેમજ ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

જિલ્લામાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વરસેલા વરસાદી આંકડાની વાત કરીએ તો સૌથી વધુ વરસતા સુરતનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડામા 8 કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.

સુરત જિલ્લાનામાં પડેલ વરસાદી આંકડા

બારડોલી 11 એમ.એમ, કામરેજ 47 એમ.એમ, માંડવી 46 એમ.એમ, માંગરોળ 33 એમ.એમ, ઉમરપાડામાં 110 એમ.એમ, મહુવા 34 એમ.એમ, ઓલપાડ 34 એમ.એમ, પલસાણા 30 એમ.એમ,
ચોર્યાસી 15 એમ.એમ વરસાદ વરસ્યો હતો.

Next Story