Connect Gujarat
Featured

સુરત : શાળાઓમાં હતો ફાયર સેફટીનો અભાવ, જુઓ મનપાએ શું કરી કાર્યવાહી

સુરત : શાળાઓમાં હતો ફાયર સેફટીનો અભાવ, જુઓ મનપાએ શું કરી કાર્યવાહી
X

સુરત શહેરમાં ફાયર સેફટીના સાધનો વસાવવા માટે અપાયેલી નોટીસનું પાલન નહિ કરનારી 10 જેટલી શાળાઓને મહાનગરપાલિકાએ સીલ કરી દીધી છે. આ કાર્યવાહી બાદ ફાયરસેફટીના મુદ્દે આંખ આડા કાન કરી રહેલાં લોકોમાં દોડધામ મચી ગઇ છે.

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના બન્યા બાદ પણ શાળાના સંચાલકો સુધરવાનું નામ લઇ રહયાં નથી. ફાયર વિભાગે નોટિસ આપવા છતાં ફાયર સેફટીના સાધનો વસાવવમાં આંખ આડા કાન કરી રહેલી ૧૦ જેટલી શાળાઓને સીલ કરવામાં આવી છે. શહેરમાં સીલ કરવામાં આવેલી શાળાઓ ઉપર નજર કરવામાં આવે તો પાંડેસરની સ્કોલર ઇંગલિશ સ્કૂલ, કતારગામની અંકુર વિદ્યાલય તથા યોગી વિદ્યાલય, સગરામપુરાની ગુરુકૃપા પ્લે ગૃપ નર્સરી સ્કુલ, પિંકલ પ્લે ગૃપ, ગોપીપુરાની શ્રી ગોરધનદાસ સોનાવાલા મણિબા વિદ્યાલય,શ્રી સુરચંદ પંચનંદ ઝવેરી ગર્લ્સ હાઈસ્કુલનો સમાવેશ થવા જાય છે.

અન્ય શાળામાં શાહપોરની શ્રી કેશ જોશ ડાયમંડ જયુંબલી સ્કુલનો પણ સમાવેશ થવા જાય છે. ફાયર વિભાગના ચેકિંગ દરમિયાન તમામ શાળાઓને ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોને અગાઉ નોટિસ આપવા આપવામાં આવી હતી તેમ છતાં ફાયર સાધનો યોગ્ય પ્રમાણમાં નહીં રાખવામાં આવતા મનપા ફાયર વિભાગે તમામ શાળાઓને સીલ કરી દીધી છે.

Next Story