કડીમા થયેલા દલિત અત્યાચાર ને લઇ સુરતમાં કલેકટરને આવેદન અપાયું

ગુજરાતમાં દિનપ્રતિદિન દલિત પર થઇ રહેલા અત્યાચાર ને લઇ એસએસસી સમાજમાં ભારે રોષ

સુરત કલેકટર ને આવેદન સોપી એસટી પર અત્યાચાર કરનાર પર કડક કાર્યવાહીની માંગ કરી

દલિત પર થતા અત્યાચાર ન રોખવામાં આવે સુરત દલિત સમાજના આગેવાનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી

સુરત ગુજરાતમાં દિન-પ્રતિદિન દલિતો ઉપર થઇ રહેલા અત્યાચાર ને લઇ સુરત દલિત સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી અત્યાચાર કરનાર ગુરુ કડક કાર્યવાહી માંગ કરવામાં આવી મહેસાણાના કડી લ્હોરા ગામમાં દલિત સમાજ દ્વારા ઘોડી પર વરઘોડો કાઢતા ગ્રામજનો દ્વારા દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઇ સુરત દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં દિનપ્રતિદિન વધી રહેલા દલિત અત્યાચાર ને લઈ આજરોજ દલિત સમાજ દ્વારા સુરત કલેકટર ને આવેદનપત્ર પાઠવી અત્યાચાર કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી થોડા દિવસ અગાઉ મહેસાણાના કડી લ્હોરામાં દલિત યુવાને ઘોડી પર બેસી વરઘોડો કરતા તેનો વિરોધ કરી ગામ નો બહિષ્કાર કરવામાં આવ્યો હતો ગામના સરપંચ દ્વારા દલિતોને ગામમાં ખાણીપીણીની ચીજ-વસ્તુ સહિત અનેક વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

એને લઇ સમગ્ર ગુજરાતમાં દલિત સમાજમાં આક્રોશ ફાટી નીકળતા આજરોજ સુરત દલિત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અત્યાચાર ગુજારનાર ઈસમો ઉપર કડક કાર્યવાહીની માંગ કરી હતી જો આવનારા સમયમાં આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ન અટકે ઉગ્ર આંદોલન કરવાની દલિત સમાજ દ્વારા ચીમકી આપવામાં આવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here