Connect Gujarat
Featured

સુરત : ભારતીય સૈન્યમાં જોડાવા યુવાનો કેવી હાલતમાં કરી રહયાં છે પ્રેકટીસ, તમને પણ દયા આવી જશે

સુરત : ભારતીય સૈન્યમાં જોડાવા યુવાનો કેવી હાલતમાં કરી રહયાં છે પ્રેકટીસ, તમને પણ દયા આવી જશે
X

સુરતમાં મધ્યમવર્ગીય પરિવારોની વસતી ધરાવતાં ડીંડોલી વિસ્તારમાં રહેતાં યુવાનો ભારતીય સૈન્યમાં જોડાવા માટે ઉત્સાહી છે. દેશની સરહદોની રક્ષા કરવાની નેમ સાથે તેઓ વિકટ સ્થિતિમાં તાલીમ મેળવી રહયાં છે. પણ વિડંબના એ છે કે આ યુવાનોને જાહેર માર્ગ પર કસરત સહિતની તાલીમ મેળવવી પડી રહી છે અને તેનું કારણ છે તંત્ર અને સરકાર દ્વારા કરવામાં આવતી તેમની માંગણીઓની ઉપેક્ષા… સૈન્યમાં જોડાવા માટે ખુલ્લા પગે ડામરના રોડ ઉપર લોકોની,વાહનોની સતત અવર જવર વચ્ચે ટ્રેનિંગ લઈ રહ્યા છે. કેટલાય યુવાનો એવા છે કે ટ્રેનિંગ દરમ્યાન પહેરવા માટે તેમની પાસે ટ્રેક શૂટ કે શુઝ નથી, દિવસ આખો ભણવાનું કે નોકરી કરીને થકી લોથપોથ થઈ જતા આ યુવાનો વહેલી સવારે અને મોડી રાત સુધી સખત ટ્રેનિંગ લે છે સજ્જતા કેળવી રહ્યા છે.

રોડ ઉપર પ્રેકિટસ કરતી વખતે આ યુવાનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર ગાય ભેંસો નું ઝુંડ વચ્ચે આવી જાય છે તો ક્યારેક વાહનો...એક યુવકનો તો અકસ્માત પણ થયો છે.અને તેનું નૌકાદળમમાં તે સમયે સિલેક્શન પણ થવાનું હતું.આ તમામ મુસીબતો બાદ પણ આ યુવાનો હિંમત હાર્યા વિના પ્રેક્ટિસ કરી રહ્યા છે.

છેલ્લા સાત વર્ષથી આ યુવાનો આ રીતે જ રસ્તા પર પ્રેક્ટીસ કરી રહ્યા છે અને આ સાત વર્ષમાં 30 જેટલા યુવાનોએ રોડ પર પ્રેક્ટિસ કરીને લશ્કરમાં ભરતી મેળવી પણ છે તે લોકોએ પોતાની તાલીમ માટે યોગ્ય જગ્યા મળે તે માટે ધારાસભ્યથી લઈને મેયર અને અન્ય રાજકીય નેતાઓને રજૂઆત કરી છે જોકે હજુ સુધી તેઓની આ રજૂઆતને કોઈએ પણ ધ્યાનમાં લીધી નથી .

Next Story