Connect Gujarat
Featured

સુરત : માંડવી વન વિભાગે 26 નંગ સાગી લાકડા સાથે વાહન ઝડપી પાડ્યું, વાહન ચાલક ફરાર

સુરત : માંડવી વન વિભાગે 26 નંગ સાગી લાકડા સાથે વાહન ઝડપી પાડ્યું, વાહન ચાલક ફરાર
X

સુરત જિલ્લાના માંડવી વન વિભાગ દ્વારા ફેદરિયા-પીપલવાળા રોડ પર પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમ્યાન માંડવી વન વિભાગ નજીક ગાડી નંબર GJ 19 V 805 પુરઝડપે પસાર થતા માંડવી વનવિભાગની ટીમને તે વાહન શંકાસ્પદ જણાતા તેનો પીછો કર્યો હતો. જોકે વન વિભાગની ટીમ ગાડીનો પીછો કરી રહી છે એ વાતની ગંધ ડ્રાઈવરને આવી જતા ડ્રાઇવર સાલેયા-કાલીબેલના પુલ પાસે અંધારાનો લાભ લઇ વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.

માંડવી વનવિભાગની ટીમે વાહનની તપાસ કરતાં તેમાં ગેરકાયદેસર રીતે ભરેલા 26 નંગ સાગી લાકડા મળી આવ્યા હતા, ત્યારે હાલ વન વિભાગની ટીમે કિંમત રૂપિયા 62,913ના સાગી લાકડા અને વાહનની કિંમત 80,000 મળી કુલ રૂપિયા 1,42,913નો મુદ્દામાલ જપ્ત કરી વાહન માલિક તેમજ સાગી લાકડા ચોર સુધી પહોંચી વળવા કવાયત હાથ ધરી હતી.

Next Story