New Update
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા કોંગ્રેસ શિક્ષણ સમિતિના સભ્યોએ આશ્ચર્યજનક કાર્યક્રમ દ્વારા અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
સુરત મનપાની સામાન્ય સભા પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના શિક્ષણ સમિતિના સભ્યો પાલિકા ખાતે ધસી આવ્યા હતા અને આશ્રયજનક કાર્યક્રમ સાથે મેયરનો ઘેરાવો કર્યો હતો. કોંગ્રેસનો આ વિરોધ વિદ્યાર્થીઓના બુટ મોજા આપવા મુદ્દે હતો. મહાનગર પાલિકા દ્વારા હજુ સુધી બુટ મોજા વિદ્યાર્થીઓને નહીં અપાતાં કોંગ્રેસના સભ્યો ભીખારી બનીને આવી પહોંચ્યા હતા અને મેયરનો ઘેરવ કરી વિદ્યાર્થીઓને બુટ મોજા હજુ સુધી કેમ આપવામાં આવ્યા નથી તેવા સવાલો પૂછ્યા હતા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનથી રાજકીય માહોલ ગરમાયો હતો
Latest Stories