Connect Gujarat
ગુજરાત

સુરત : રીવર્સ આવી રહેલી કાર નીચે આવી જવા છતાં બાળકનો બચાવ

સુરત : રીવર્સ આવી રહેલી કાર નીચે આવી જવા છતાં બાળકનો બચાવ
X

સુરતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રિવર્સમાં આવતી કારની નીચે એક બાળક આવી જાય છે. જોકે, રામ રાખે તેને કોણ ચાખેની કહેવત જેમ બાળકને સહેજ પણ ઈજા થઈ ન હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અંગે તપાસ કરતા નાના વરાછામાં આવેલી હરેકૃષ્ણ સોસાયટીનો હોવાનું જાણવા મળ્યું છે હરેકૃષ્ણ સોસાયટીમાં જીગ્નેશ પાનસુરિયા પરિવાર સાથે રહે છે. તેમને એક 6 વર્ષનો દીકરો દીપ છે. જે ગત 19મીના રોજ સવારે વરસતા વરસાદમાં છત્રી લઈને સ્કૂલે જવા નીકળ્યો હતો. અને માતા બેગ લઈને પાછળ આવી રહી હતી.

દરમિયાન તે બુટ સરખા કરવા માટે નીચે બેસી ગયો હતો. દીપ નીચે બેસ્યા બાદ સોસાયટીમાં રહેતા નારાયણભાઈ બહાર જવા માટે કાર રિવર્સમાં લઈ રહ્યા હતા અને કાર દીપ પર ફરી વળી હતી. આ જોઈ એક મહિલાએ બુમાબુમ કરી દીધી હતી. કાર ચાલકને જાણ થતા કાર ઉભી રાખી દીધી હતી. ત્યારબાદ દીપ જાતે જ બહાર નીકળી ગયો હતો. દરમિયાન માતા પણ દોડી આવી હતી. બાળકને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને કોઈ ઈજા ન થઈ હોવાનું જણાયું હતું.

Next Story