Connect Gujarat
સમાચાર

સુરત : પાંડેસરામાં ભોજન નહી મળવાથી પરપ્રાંતિય શ્રમજીવીઓનો હોબાળો

સુરત : પાંડેસરામાં ભોજન નહી મળવાથી પરપ્રાંતિય શ્રમજીવીઓનો હોબાળો
X

લોકડાઉનના

બીજા દોરમાં હવે ગરીબ લોકો ભોજન માટે ટળવળી રહયાં છે ત્યારે સુરતના પાંડેસરા

વિસ્તારમાં પુરતુ ભોજન નહિ મળતાં પરપ્રાંતિય શ્રમજીવીઓએ હોબાળો મચાવ્યો હતો.

સુરત

શહેરમાં દેશના વિવિધ રાજયોમાંથી લાખો લોકો રોજગારી માટે સ્થાયી થયાં છે. અને

સુરતના પાંડેસરાના ગુલશન નગરમાં વધુ પ્રમાણમાં પરપ્રાંતીઓ રહે છે. હાલ લોકડાઉનના

સમયમાં કામ-ધંધા બંધ હોવાથી તેઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. લોકડાઉનમાં સમયસર

અને પુરતું જમવાનું નહીં

મળતા ટોળા ભેગા થઇ હોબાળો મચાવ્યો હતો. પાંચ કરતાં વધારે લોકોના ભેગા થવા પર

પ્રતિબંધ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર

દોડી આવ્યાં હતાં. તેમણે લોકોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

શ્રમજીવીઓએ

જણાવ્યું

હતું કે, તેમને

જમવાનું મળતું નથી તેમજ તેઓ પાસે

જમવાના પૈસા નથી અને માદરે વતન જવા માટે કોઈ વ્યવસ્થા નથી. સરકાર વહેલી તકે અમને

વતનમાં પરત જવાની વ્યવસ્થા કરે તે જરૂરી છે.

Next Story