Connect Gujarat
Featured

સુરત : અનરાધાર વરસાદ વચ્ચે જરૂરિયાતમંદોને પોલીસનો “આધાર”, જુઓ પોલીસે કેવી રીતે કરી લોકસેવા..!

સુરત : અનરાધાર વરસાદ વચ્ચે જરૂરિયાતમંદોને પોલીસનો “આધાર”, જુઓ પોલીસે કેવી રીતે કરી લોકસેવા..!
X

સુરત શહેર છેલ્લા 5 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે લિંબાયતમાં આવેલ કમરુંનગર સહિત આસપાસના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદોને પોલીસ દ્વારા ભોજનની વ્યવસ્થા સાથે લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

હાલ સમગ્ર રાજ્યમાં અષાઢી માહોલ બંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ચારેકોર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતના લિંબાયતમાં આવેલ કમરુંનગર સહિત આસપાસના વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળ્યા છે, ત્યારે લોકોના મકાનોમાં પાણી ઘૂસી જતાં હવે લોકોને ઘરમાં ચૂલો કરવો કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન હતો. તેવામાં સુરતના પોલીસ કર્મચારીઓ લોકોની વ્હારે આવ્યા છે.

સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરી જતાં એસીપી સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ સહિત ભોજનની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પાણી હોવા છતાં પણ નાવડી મારફતે લોકોની વ્હારે પહોચવાનો પોલીસે સુંદર પ્રયાસ કર્યો હતો, ત્યારે સૌ કોઈ જરૂરિયાતમંદોએ પોલીસ દ્વારા થતાં લોકસેવાના કાર્યને ખૂબ બિરદાવ્યું હતું.

Next Story