Connect Gujarat
Featured

સુરત: પૂર્વ કોર્પોરેટરનો પતિ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો, જુઓ કયા કારણથી મંગાવ્યો હતો દારૂ

સુરત: પૂર્વ કોર્પોરેટરનો પતિ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો, જુઓ કયા કારણથી મંગાવ્યો હતો દારૂ
X

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં સચિન નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટરના પતિ દારૂના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

ચૂંટણીના માહોલમાં સુરતની સચિન નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર પ્રિયંકા યાદવનો પતિ અમરજીત 37,280 રૂપિયાના દારૂ સાથે ઝડપાયો છે સચિન પોલીસને બાતમી મળી હતી કે અમર યાદવ નામના ઇસમની દુકાનમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે. સચિન પોલીસે અમર યાદવની દુકાને પહોંચતા ત્યાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પત્ની હાલ ઉમેદવાર ન હોવા છતાં પતિ પાસેથી દારૂનો જથ્થો ઝડપાતા તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે કારણ કે તેઓ મતદારોને રીઝવવા દારૂ લાવ્યા કે પછી વેચાણ અર્થે તે અંગે તે દિશામાં સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story
Share it