સુરત : સરથાણામાં શ્રીજી કલીનીકમાંથી 10 લાખ રૂપિયાની ચોરી, જુઓ સીસીટીવી ફૂટેજ

0
204

સુરતના સરથાણામાં આવેલાં શ્રીજી કલીનીકમાંથી તસ્કરો 10 લાખ રૂપિયા ઉપરાંતની ચોરીની ઘટના બની છે. કલીનીકમાં ચોરી કરવા આવેલાં તસ્કરો સીસીટીવીમાં કેદ થઇ ગયાં હતાં. 

સુરતના સરથાણા વિસ્તારમાં તસ્કરોએ ઉત્તરાયણ પહેલાં તબીબનો પેચ કાપી નાંખ્યો છે. ઠંડીમાં તસ્કરોને જાણે ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. સરથાણા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ નગરમાં કલીનીકમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ  શટર તોડી કલીનીકમાં પ્રવેશ કર્યો હતો અને અંદાજે ૧૦ લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. ચોરીની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here