Connect Gujarat
ગુજરાત

સુરત : અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા કોર્ટમાં થઇ હાજર

સુરત : અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા કોર્ટમાં થઇ હાજર
X

સુરતના પ્રફુલ્લ સાડીના માલિક સાથેના વિવાદમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સોમવારના રોજ સુરતની કોર્ટમાં હાજર થઇ હતી. 2003ના ખંડણી કેસમાં કોર્ટે સુનંદા શેટ્ટી સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યું હતું.

1998માં શિલ્પા શેટ્ટી સાથે પ્રફુલ સાડીના માલિકે કરાર કર્યો હતો કરાર પ્રમાણે શિલ્પા શેટ્ટીને 4 લાખની ચૂકવણી થઇ હતી છતાં તેની માતા દ્વારા વધુ 2 લાખ રૂપિયા માંગ્યા હતાં અને આ વધારાના 2 લાખ રૂપિયાને લઇને તકરાર ઉભી થઇ હતી. આ તકરારમાં ગેંગસ્ટર ફઝલૂ રહેમાન દ્વારા પ્રફુલ્લ સાડીના માલિક શિવનારાયણ અગ્રવાલને ફોન કરી ખંડણી માંગવામાં આવી હતી. ધમકીથી કંટાળેલા શિવનારાયણે ઉમરા પોલીસમાં ફરિયાદ કરી હતી ઉમરા પોલીસે શિલ્પાના માતા સુનંદી, પિતા સુરેન્દ્ર શેટ્ટી સહિતના લોકો સામે નોઁધ્યો ગુનો હતો સુરત કોર્ટે સુનંદા શેટ્ટી સામે બિન જામીનપાત્ર વોરંટ જારી કર્યો હતો સોમવારે કોર્ટમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે સુનંદા શેટ્ટી હાજર થાય હતાં.

Next Story