Connect Gujarat
Featured

સુરત : સુનિતા યાદવ અને પ્રકાશ કાનાણીના વિવાદમાં આવ્યો નવો વળાંક

સુરત : સુનિતા યાદવ અને પ્રકાશ કાનાણીના વિવાદમાં આવ્યો નવો વળાંક
X

રાજયમાં અત્યાર સુધીના સૌથી ચકચારી આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા કોન્સટેબલ વચ્ચેના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. મહીલા કોન્સટેબલ બેફામ વાણી વિલાસ કરતી હોવાની ઓડિયો કલીપ વાયરલ થઇ છે.

રાજયના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ અને મહિલા કોન્સટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલા વિવાદમાં રોજ નવા ફણગા ફુટી રહયાં છે. પ્રકાશ કાનાણીના પુત્ર પ્રકાશના કેટલાક મિત્રો રાત્રિના 10.30 વાગ્યાની આસપાસ કાર લઇને શહેરમાં ફરતાં હતાં તે દરમિયાન ચેકિંગ પોઇન્ટ પર ફરજ પર હાજર મહિલા કોનસ્ટેબલ સુનિતા યાદવે તેમને રોકયાં હતાં. સુનિતા યાદવ અને યુવાનો વચ્ચે બોલાચાલી થતાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ સ્થળ પર પહોંચ્યો હતો. હવે અમને તમને બતાવી રહયાં છે તે રાત્રિના સમયે શું બન્યું હતું……

મહિલા પોલીસ કોન્સટેબલ મંત્રીના પુત્ર પ્રકાશ કાનાણી તથા તેમના મિત્રો સાથે બોલાચાલી કરે છે અને પ્રકાશને તેના પિતાને ફોન લગાડવાનું કહે છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને સુનિતા યાદવ વચ્ચે શું વાતચીત થઇ હતી તે પણ તમે સાંભળો..

સુનિતા યાદવે પહેલાંથી જ કોઇ વ્યકતિને સમગ્ર ઘટનાનું વિડીયો રેકોર્ડિ઼ગ કરવા માટે સુચના આપી હતી. ગઇકાલે ઓડીયો કલીપ વાયરલ થતાં પોલીસ કોન્સટેબલ સુનિતા યાદવની તરફેણમાં સોશિયલ મિડીયામાં ઝુંબેશ શરૂ થઇ ચુકી હતી. અનેક લોકો પોલીસ કોન્સટેબલના સમર્થનમાં આગળ આવ્યાં હતાં. સમગ્ર મામલો મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પર પહોંચી ચુકયો છે. બીજી તરફ સુનિતા યાદવે સોશિયલ મિડીયામાં પ્રખ્યાત થવા પણ આખી ઘટનાને અંજામ આપ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

સુરતમાં કોરોના વાયરસનો કહેર છે ત્યારે રાત્રિ કરફયુનો કડક અમલ થવો જરૂરી છે. સુનિતા યાદવે તેની ફરજના ભાગરૂપે મંત્રીના પુત્રના મિત્રોને રોકયાં હતાં. બીજી તરફ જે વિડીયો વાયરલ થયો છે તેમાં પ્રકાશ કાનાણી અને તેના મિત્રો મહિલા કોન્સટેબલ સાથે શાંતિપુર્ણ રીતે વાતચીત કરી રહયાં છે. પણ ખાખી વર્દીનો નશો કહો છે ફરજ પ્રત્યેની નિષ્ઠા. વાત ગમે તે હોય પણ સુનિતા યાદવ યુવાનો સાથે અસભ્ય વર્તન કરવા લાગે છે. ઘટના બાદ સુનિતા યાદવે પોલીસ વિભાગમાંથી રાજીનામુ આપી દીધું છે. આ હતી સિકકાની એક બાજુ હવે અમે તમને જે ઓડીયો કલીપ સંભળાવી રહયાં છે તે સિકકાની બીજી બાજુ છે. આ ઓડિયો કલીપમાં મહિલા પોલીસ કોન્સટેબલ બેફામ વાણી વિલાસની સાથે અપશબ્દોનો મારો ચલાવી રહી છે.

વિવાદ વકરતાં પોલીસ પણ એકશનમાં આવી છે. વરાછા પોલીસ સ્ટેશનમાં મંત્રીના પુત્રના ત્રણ મિત્રો સામે કરફયુના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આરોગ્યમંત્રીના પુત્ર અને મહિલા કોન્સટેબલ વચ્ચે થયેલા વિવાદની તમામ ઓડિયો અને વિડીયો કલીપ સામે આવી ચુકી છે ત્યારે હવે આપ જ નકકી કરી શકો છો કે સાચું કોણ છે અને ખોટુ કોણ છે…

Next Story