Connect Gujarat
Featured

સુરત : “પ્રી-મોનસુન” કામગીરીમાં તંત્રની પોલ ખુલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ

સુરત : “પ્રી-મોનસુન” કામગીરીમાં તંત્રની પોલ ખુલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ
X

સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવતા વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં તંત્રની પ્રી-મોનસુન કામગીરીની પોલ ઉઘાડી થઈ હતી.

સુરત શહેરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારમાં વરસાદ વરસતા નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા. તો બીજી તરફ વરસાદમાં ન્હાવા માટે બાળકોએ દોટ મૂકી હતી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરતા સુરતીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરતમાં પહેલા વરસાદમાં મનપાની પ્રી-મોનસુન કામગીરીની પોલ પણ ઉઘાડી પડી હતી. સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત સુરતના વેડરોડ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં દુકાનદારોમાં ભય ફેલાયો હતો, ત્યારે તંત્રની ટીમ આવી પહોચી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અહીં પાણી ભરાઈ જાય છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, ત્યારે તંત્રની પ્રી-મોનસુન કામગીરી સામે દુકાનદારોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

Next Story