સુરત : કોરોનાનું સંક્રમણ રોકવા તંત્રએ લીધો મોટો નિર્ણય, તમે પણ જાણો કેટલા દિવસ બસો રહેશે બંધ

0

સુરતમાં વધી રહેલાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી 10 દિવસ માટે એસટી તેમજ ખાનગી બસોને બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. 27મી જુલાઇ સોમવારના રોજથી સુરતમાં ખાનગી અને એસટી બસોના પૈંડા થંભી જશે. સુરત શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે. અનલોક  બાદ સુરતમાં ખાનગી અને એસટી બસો શરૂ કરવામાં આવી હતી. રોજના હજારો મુસાફરો બસો મારફતે સુરતમાં આવી રહયાં છે અથવા સુરતની બહાર જઇ રહયાં છે પણ હવે કોરોના વાયરસથી સ્થિતિ ચિંતાજનક બની છે. લોકોના અવરજવર પર રોક લગાવી કોરોના વાયરસનું સંક્રમણ રોકવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે 27 જુલાઈથી સુરતની તમામ બસ સર્વિસ 10 દિવસ માટે સ્થગિત રહેશે. જો કે આ સમય દરમિયાન અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં એસટી બસ તેમજ ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here