Connect Gujarat
ગુજરાત

સુરત: વરાછા વિસ્તારમાં ૮ લાખની ચોરી, તસ્કરો થયા સીસીટીવી કેમેરામાં કેદ

સુરત: વરાછા વિસ્તારમાં ૮ લાખની ચોરી, તસ્કરો થયા સીસીટીવી કેમેરામાં કેદ
X

સુરતના વરાછા વિસ્તારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે જેમાં એક ઘરને નિશાન નિશાન બનાવી તસ્કરો ૭ થી ૮ લાખની મત્તા ચોરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તસ્કરોએ કરેલી ચોરી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં એક કારમાં આવેલા ૪ થી ૫ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડે છે.

સુરતમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં વધુ એક ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. સુરતના વરાછા સ્થિત જય ભવાની સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. ઘર માલિક ઘરમાં મરણ થઇ ગયું હોવાથી તમામ સભ્યો ગામ ગયા હતા. તે વેળાએ તસ્કરોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ કરેલી આ ચોરી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં ૫ વાગ્યાના અરસામાં એક કારમાં આવેલા ૪ થી ૫ તસ્કરો ઘરનો નકુચો તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી અંદાજીત ૭ થી ૮ લાખની ચોરી કરી ફરાર થઇ જાય છે. ઘર માલિક ગામ હોવાથી કેટલાની ચોરી થઇ તેની સતાવાર માહિતી મળી નથી. પરંતુ ૭ થી ૮ લાખની ચોરીનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે. બીજી તરફ પડોશીએ આ સમગ્ર બનાવની જાણ ઘર માલિકને કરી છે અને સમગ્ર મામલે વરાછા પોલીસે તપાસ પણ શરૂ કરી છે.

Next Story