Connect Gujarat
Featured

સુરત : કતારગામ નજીક ટ્રક રોડમાં ફસાયો, મનપાની નબળી કામગીરી સામે લોકોમાં રોષ

સુરત : કતારગામ નજીક ટ્રક રોડમાં ફસાયો, મનપાની નબળી કામગીરી સામે લોકોમાં રોષ
X

સુરત શહેરમાં પહેલા વરસાદે જ મનપાની પોલ ઉઘાડી પાડી છે, ત્યારે કતારગામ વિસ્તારમાં એક ટ્રક રોડમાં ફસાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હજુ તો, ચોમાસાનો વિધિવત પ્રારંભ નથી થયો, ત્યાં તો સુરત મનપાની પોલ ઉઘાડી થતી હોય તેમ લાગી રહ્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં પહેલા જ વરસાદમાં રસ્તો ધોવાઈ જતાં રસ્તામાં પડેલા ખાડામાં એક ટ્રક ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે લોકટોળું એકત્ર થઇ ગયું હતું, તો બીજી તરફ ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. ભારે જહેમત બાદ ટ્રકને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, ત્યારે હાજર લોકોએ આ ઘટનાને પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી લીધી હતી હાલ તો આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Next Story