/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-223.jpg)
સુરત ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલ કાંકરા ખાડી ફરી યમરાજ સમાન સાબિત થઈ છે. ગત શનિવારે રાજસ્થાનના ૩ યુવાનોના મોત થયા હતા. જ્યારે ફરી ત્યાં એજ જગ્યાએ રવિવારે રાત્રે ૨ ના મોત થયા છે. મુંબઇ થી અમદાવાદ તરફ જતી ટ્રેન અડફેટે ચઢતા ૨ યુવાનો મોત થયા મોત ને ભેટેલા. આ બંને યુવાનોની હજી સુધી ઓળખ પરેડ નથી થઈ.હાલ પોલીસે બંને લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી તેવોની ઓળખ પરેડ કરવા કવાયત હાથ ધરી છે.
જ્યારે વાત કરીએ બે દિવસમાં ઉધનાની કાંકરા ખાડી પર રેલવે નીચે આવી જતા પાંચ લોકો મોત થયા છે ૨૦૧૦માં એજ જગ્યાએ રેલવે નીચે આવી જતા ૧૬ લોકોના મોત થયા હતા. વારે ઘડીએ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. રેલવે દ્વારા એક તો આ કાંકરા ખાડી પાસે રાહદારીઓને જવા માટે પ્રતિબંધ મૂકી બેનર લાગવાની જરૂર છે. અન્યથા લોકોને પગપાળા જવા માટે બ્રિજ ની વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોકમાંગ પ્રબળ બની છે.