Connect Gujarat
Featured

સુરત : વિવિધ ગ્રામ પંચાયતોએ કોઈપણ સગા-સંબંધીઓને ગામમાં પ્રવેશ ન કરવા જોડ્યા બે હાથ

સુરત : વિવિધ ગ્રામ પંચાયતોએ કોઈપણ સગા-સંબંધીઓને ગામમાં પ્રવેશ ન કરવા જોડ્યા બે હાથ
X

સુરત જિલ્લામાં વધી રહેલા કોરાના સંક્રમણને ધ્યાનમાં રાખી વિવિધ ગ્રામ પંચાયતો હરકતમાં આવી છે. જોકે સોશિયલ મીડિયાના માધ્યમથી બેનેરો લગાવી બહાર ગામથી આવતા સગા-સંબધીઓને ગામમાં પ્રવેશ નહીં કરવા માટે બે હાથ જોડી વિનંતી સાથે અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં કોરાના વાયરસની બ્રેક હવે ફેઈલ થઈ ગઈ છે, ત્યારે સુરત જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતા પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે કોરોનાના સંક્રમણને અટકાવવા સુરત જિલ્લાના માંડવી, ઓલપાડ, બારડોલી, પલસાણા તાલુકાની મોટાભાગના ગામડાઓની પંચાયતો હરકતમાં આવી છે. જેમાં ગામમાં ફેરિયાઓ આવવા પર પ્રતિબંધ મૂક્યાં બાદ હવે ગામના સરપંચોએ સોશિયલ મીડિયાના માધ્યમથી બે હાથ જોડી સગા-સંબંધીઓને ગામમાં આવવું નહિ/પ્રવેશ કરવો નહીં તેવા બેનર વાયરલ કરવામાં આવ્યા છે. જેથી લોકોને પણ સહયોગ આપવા અપીલ કરી છે.

Next Story