Connect Gujarat
સુરત 

સુરત: પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષીય બાળકીને બદકામ કરવાના ઇરાદે એક વ્યક્તિ લઈ ગયો, પછી શું થયુ જુઓ

પાંડેસરામાં ૫ વર્ષીય બાળકી ઘર પાસે રમી રહી હતી તે વેળાએ એક ઇસમ બાળકીને બિસ્કીટ આપી પોતાની સાથે ઝાંડી ઝાંખરા વાળી જગ્યામાં લઇ ગયો હતો

X

સુરતના પાંડેસરામાં ૫ વર્ષીય બાળકી ઘર પાસે રમી રહી હતી તે વેળાએ એક ઇસમ બાળકીને બિસ્કીટ આપી પોતાની સાથે ઝાંડી ઝાંખરા વાળી જગ્યામાં લઇ ગયો હતો અને બાળકીના કપડા કાઢી બદકામ કરે તે પહેલા જ ત્યાં ઈસમને બાળકીના રડવાનો અવાજ આવતા ત્યાં પહોચી ગયો હતો અને બાળકીને બચાવી લીધી હતી

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પર પ્રાંતીય પરિવાર રહે છે. ગત ૧૪ જાન્યુઆરીના રોજ પતિ રાબેતા મુજબ નોકરી પર ગયો હતો અને પત્ની ઘરે ઘરકામ કરતી હતી તે વેળાએ આ પરિવારની ૫ વર્ષીય દીકરી ઘર નીચે રમી રહી હતી આ દરમ્યાન એક ઇસમ બાળકીને લઈને તેણીની માતા પાસે આવ્યો હતો અને બાળકીની માતાને જણાવ્યું હતું કે હું પાછળ ખુલ્લી જગ્યા પર ગયો હતો તે સમયે બાળકીના રડવાનો અવાજ આવતા મેં જઈને જોયું તો બાળકી નગ્ન અવસ્થામાં હતી અને તેની સામે એક ઇસમ બદકામ કરવાની તૈયારીમાં હતો જેથી તે દોડીને ત્યાં ગયો હતો અને યુવકને લાત મારી નીચે પાડી દીધો હતો અને બાળકીને બચાવી લીધી હતી.બાળકી ઘર નીચે રમી રહી હતી ત્યારે નરાધમ બિસ્કીટ આપવાનું કહી જંગલમાં લઇ જઇ મારા કપડા કાઢી નાંખ્યા હતા. આ દરમ્યાન બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર બનાવને લઈને બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે પાંડેસરા ખાતે રહેતા રંજન વિજય યાદવ નામના ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story