Connect Gujarat
સુરત 

સુરત : અકસ્માતમાં ઘટાડો કરવાનો લક્ષ્યાંક, ૩૦ લેસર સ્પીડ ગન સાથે ટ્રાફિક પોલીસ ઉતરશે મેદાને...

આધુનિક તકનીકનો ઉપયોગ કરી અકસ્માતમાં ઘટાડો કરવાના લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર દ્વારા સુરત શહેર ટ્રાફિક પોલીસને વધુ નવી ૩૦ લેસર સ્પીડ ગન ફાળવવામાં આવી છે.

X

આધુનિક તકનીકનો ઉપયોગ કરી અકસ્માતમાં ઘટાડો કરવાના લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર દ્વારા સુરત શહેર ટ્રાફિક પોલીસને વધુ નવી ૩૦ લેસર સ્પીડ ગન ફાળવવામાં આવી છે.

ગુજરાત સરકાર તરફથી સુરત શહેર ટ્રાફિક પોલીસને નવી ૩૦ લેસર સ્પીડ ગન ફાળવવામાં આવી છે, ત્યારે આધુનિક તકનીકનો ઉપયોગ કરી અકસ્માતમાં ઘટાડો કરવાના લક્ષ્યાંક સાથે હવે ટ્રાફિક પોલીસ વિભાગ મેદાનમાં ઉતરવા જઈ રહી છે. વધુ માહિતી આપવા હેતુસર સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને જોઈન્ટ CP ડી.એચ.પરમાર દ્વારા પત્રકાર પરિષદ યોજાય હતી. જેમાં આજથી જ ૩૦ પોઇન્ટ પર સ્પીડ ગનથી ઇ-મેમો જનરેટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૮માં ફેટલ અકસ્માતના ૩૨૫ કેસ નોંધાયા હતા. અને વર્ષ ૨૦૨૨માં ૨૯૩ કેસ થયા છે, જ્યારે વર્ષ ૨૦૧૮માં અકસ્માતની સંખ્યા ૧૧૭૭ હતી. જે હવે વર્ષ ૨૦૨૨માં ૮૪૬ જેટલી નોંધાય છે. એટલે કે, હવે ૩૨૯ના આંકડા સાથે કેસમાં ઘટાડો થયો છે. જોકે, આજથી અલગ અલગ જંકશન પર સ્પીડ ગન સાથે પોલીસ મુકવામાં આવી છે. જેમાં નેશનલ હાઇવે પર તમામ વાહનો માટે ૬૦ કિમિ પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે, જયારે બાઈક માટે ૫૦ કિમિ પ્રતિક લાક, થ્રી-વ્હીલર માટે ૪૦ કિમિ પ્રતિ કલાક અને કાર માટે ૬૦ કિમિ પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરાય છે. તો બીજી તરફ, ૪૫ ટકા અકસ્માત ઓવર સ્પીડિંગ તેમજ ૭ ટકા અકસ્માત ભયજનક ઓવર સ્પીડિંગના કારણે થતા હોય છે, ત્યારે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી સુરત પોલીસ પાસે ૧ સ્પીડ ગન હતી, જયારે હવે આ ગનની સંખ્યા ૩૧ થઈ ગઈ છે.

Next Story