સુરત : પગાર વધારાની માંગ સાથે આંગણવાડીની મહિલાઓએ રેલી યોજી, જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત

સુરતમાં આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા કલેકટર કચેરી સુધી રેલી યોજી પગાર વધારાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

New Update

સુરતમાં આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા કલેકટર કચેરી સુધી રેલી યોજી પગાર વધારાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ જોડાયા હતા.

સુરતમાં મહિલા આંગણવાડી કર્મચારીઓ ઘણા સમયથી પગાર વધારાની માંગ સાથે અનેક જગ્યાએ રજૂઆત કરી ચૂકી છે. તેવામાં ફરી એક વખત સુરત કલેકટર કચેરી સુધી રેલી યોજી જિલ્લા કલેકટરને પગાર વધારવાની રજૂઆત કરી હતી. મહત્વનું છે કે, આંગણવાડી મહિલા કર્મચારીઓ અને આશા વર્કર કર્મચારીઓને કામનું ભારણ વધારે આપવામાં આવતા જ મહિલા કર્મચારીઓએ વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી કરી રહેલી માંગને પગલે હજુ સુધી માંગ નહીં સંતોષાતા સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે 500 જેટલી મહિલાઓ પહોંચી હતી. ભારે નારેબાજી કરી વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને પગાર વધારવાની માંગ સાથે રજૂઆત કરી હતી.

Latest Stories