Connect Gujarat
સુરત 

સુરત:ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ, અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

કાપડ નગરી સુરતમાં આજે સવારથી ધોધાર વરસાદ વરસી રહયો છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

X

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધીમાં સીઝનનો 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે.

વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં બે કલાકમાં ચાર ઇંચ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ઉધના દરવાજા, લીંબાયત, અડાજણ, સિવિલ પાસે, મીઠીખાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

ઉધના દરવાજા પાસે મેઈન રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. લોકોના વાહનો પણ ભરાયેલા પાણીમાં બંધ પડતા નજરે ચડયા હતા. તો બીજી તરફ લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં પણ ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા. અહી બાળકો જાણે તળાવમાં ન્હાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

Next Story