Connect Gujarat
સુરત 

સુરત : સંગીની બિલ્ડર્સ ગૃપને ત્યાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન, કરચોરોમાં ફફડાટ

સુરતમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, સંગીની બિલ્ડર્સ ગૃપને ત્યાં ચાલી રહી છે તપાસ

X

સુરતમાં આયકર વિભાગની ટીમોએ બિલ્ડરો તથા ફાયનાન્સરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં કરચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે. દીવાળીના તહેવારો બાદ આયકર વિભાગની ટીમ ફરી એકશનમાં આવી છે. અમદાવાદ બાદ હવે સુરતમાં કરચોરી ઝડપી પાડવા કમર કસી છે. આજે વહેલી સવારથી સુરત શહેરમાં સવારથી જ આવક વેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ અને સુરતના અધિકારીઓની ટીમ સંગીની બિલ્ડર ગૃપના બે ભાગીદારોને ત્યાં સર્ચ કરી રહી છે. આવેકવેરા વિભાગે સપાટો બોલાવતા અરિહંત ગ્રુપ, મહેન્દ્ર ચંપક ગ્રુપ અને અશેષ દોશીને ત્યાં પણ સર્ચ કરાય રહયું છે. જયાં તપાસ ચાલી રહી છે ત્યાં બેનામી સંપત્તિ કે આવક કરતા વધુ સંપત્તિની ચકાસણી કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગની કાર્યવાહીના પગલે કરચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Next Story