Connect Gujarat
સુરત 

સુરત: કડોદરા વિસ્તારમાંથી બાળકનું અપહરણ-હત્યા કરનાર માસ્ટર માઈન્ડ મોનું યાદવ બિહારથી ઝડપાયો

બાળકની હત્યા કરેલી લાશ કામરેજના ઊંભેળ ગામની સીમમાંથી મળી આવી હતી જેમાં પોલીસે સમગ્ર વિસ્તારને સઘન ચેકિંગ હાથ ધર્યો હતો

X

સુરતના કડોદરા વિસ્તારમાંથી બાળકનું અપહરણ વીથ હત્યા કરી ફરાર થઇ જનાર આરોપીને સુરત જિલ્લા પોલીસે માસ્ટર માઈન્ડ મોનું યાદવ સહિત બે બાળકિશોરને બિહારથી ઝડપી પાડયા સુરત જિલ્લાના આઠ સપ્ટેમ્બર ના રોજ સાંજે કડોદરા ખાતે સીએનજી પમ્પ પાસે રો હાઉસ હાઉસમાં રહેતા બાર વરસનો બાળક ટ્યુશન થી સાંજે ઘરે જતો હતો ત્યારે રસ્તામાં સોસાયટીમાં રહેતો મોનું અને સોનુ નામના યાદવ બંધુએ તેના સાગરીતો સાથે અપહરણ કરી તેના પિતાને મોબાઈલ પર 50,000 પછી પાંચ લાખ અને 15 લાખની માંગણી કરવામાં આવી હતી અને આ સંદર્ભે જો પોલીસને જાણ કરશે તો તારા છોકરાની હત્યા કરી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી છતાં મા-બાપ દ્વારા કડોદરા પોલીસને સંપર્ક કર્યો હતો..

કડોદરા પોલીસ સ્ટેશનમાં સ્ટાફ દ્વારા બાળક ના અપહરણના ગુના ને ગંભીરતાથી લીધી ન હતી જિલ્લા પોલીસ વડાને જાણ થતા તાત્કાલિક એલસીબી, એસ ઓ જી કડોદરા ખાતે તપાસમાં મોકલી આપવામાં આવ્યા હતા અને પોલીસે સંયમતાથી બાળકને હેમખેમ છોડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ જિલ્લા પોલીસ તેમાં સફળ થઈ ન હતી અને બાળકની હત્યા કરેલી લાશ કામરેજના ઊંભેળ ગામની સીમમાંથી મળી આવી હતી જેમાં પોલીસે સમગ્ર વિસ્તારને સઘન ચેકિંગ હાથ ધર્યો હતો. પોલીસે તે સમયે ઉમંગ ગોહિલ નામના આરોપીની સવારે સુરતના અમરોલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

તેની પૂછપરછ દરમિયાન 2017માં હત્યાના ગુનામાં સંડોવાયેલ મોનું અને સોનુ યાદવે બાળકનું અપહરણ અને હત્યા કરી હોવાનું જણાવ્યું હતું જેના આધારે કડોદરા પોલીસ મથકે હત્યા અને અપહરણનો ગુનો નોધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આખરે 12 વર્ષના બાળકની હત્યામાં સંડોવાયેલા માસ્ટર માઈન્ડ મોનું યાદવ અને બીજા બે બાળ કિશોરને ગઈકાલે રાતે ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઘટના અત્યંત ગુપ્ત રીતે સુરત રેન્જ આઈ.જી વી ચંદ્રશેકર અને સુરત જિલ્લાના એસપી હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું, બાળકના અપહરણ વિથ હત્યાની ઘટનામાં પોલીસે 5 આરોપીઓ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે ત્યારે હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે..

Next Story