Connect Gujarat
સુરત 

સુરત: બાઈક આડી રાખવા બાબતે ખેલાયો ખૂની ખેલ, આરોપી જેલના સળિયા ગણતો થઈ ગયો કલાકોની અંદર

સુરત: બાઈક આડી રાખવા બાબતે ખેલાયો ખૂની ખેલ, આરોપી જેલના સળિયા ગણતો થઈ ગયો કલાકોની અંદર
X

મોટરસાઇકલ આડુ રાખતા કરવામાં આવી હત્યા, સુરતના એક ગામમાં નજીવી બાબતે સામાન્ય ઝઘડામાં ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એક યુવકને જાહેરમાં રહેંસી નંખાયો, જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને જેલ હવાલે કરી દીધો.

સોમવારની મોડી રાત્રીએ ઓલપાડ તાલુકાના દેલાડ ગામે નજીવી બાબતે ઝઘડો થયો હતો. જેમાં એક હળપતિ યુવકનું મોત નીપજ્યું. ઘટના પર નજર કરીએ તો, સોમવારની રાત્રીએ દેલાડ ગામના ગોખલે કોલોની વિસ્તારમાં રહેતા દિનેશ સોમાભાઈ રાઠોડ તેની બાઈક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન એક દુકાન પાસે આવતા વિશાલ મુકેશ વસાવા મોટરસાઇકલ સામે આવી જતા ઝઘડો કર્યો હતો. થોડી જ ક્ષણોમાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું અને ઉશ્કેરાઈ જઈને વિશાલે દિનેશને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. જેમાં દિનેશ રાઠોડનું મોત નીપજ્યું હતું

મૃતક દિનેશ રાઠોડને સારવાર મળે એ પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરાતા ઓલપાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ દિનેશ ના મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વિશાલ મુકેશ વસાવાનું નામ ખુલતા પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ જેલ હવાલે કરી દીધો હતો.

Next Story