Connect Gujarat
સુરત 

સુરત : મચ્છરજન્ય રોગચાળાએ ફરી ઉથલો મારતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું…

સુરત શહેર તથા જિલ્લામાં ડેંગ્યુ અને મલેરિયાના કેસોમાં વધારો થતાં મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

X

સુરત શહેર તથા જિલ્લામાં ડેંગ્યુ અને મલેરિયાના કેસોમાં વધારો થતાં મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી રૂપિયા 3 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

સુરત શહેર તથા જિલ્લામાં મચ્છરજન્ય રોગોએ ફરી ઉથલો માર્યો હોય તેમ લાગી છે. શહેરના રાંદેર, ઉધના, કતારગામ અને અઠવા વિસ્તારમાંથી સૌથી વધુ ડેંગ્યુના કેસોની ફરિયાદો મળી હતી. આ ઉપરાંત સેન્ટર ઝોન અને વરાછામાં પણ મલેરિયાના કેસોમાં વધારો થતાં મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. છેલ્લા ત્રણ-ચાર દિવસથી SMC દ્વારા જે તે વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, જે વિસ્તારોમાંથી બેદરકારી સામે આવી છે, ત્યાં મનપા દ્વારા દંડ વસુલ કરવામાં આવ્યો છે.

ઉપરાંત શહેરમાં થઈ રહેલા વિવિધ બાંધકામ સ્થળે પણ SMC દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. બેદરકારી દાખવવા બદલ મનપા દ્વારા દ્વારા રૂપિયા 3 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું.

Next Story