Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : એસપી મહેન્દ્ર બગડીયાએ અચાનક પહોંચ્યાં ચોટીલાના પર્વત પર, જુઓ શું બની ઘટના

સુરેન્દ્રનગર : એસપી મહેન્દ્ર બગડીયાએ અચાનક પહોંચ્યાં ચોટીલાના પર્વત પર, જુઓ શું બની ઘટના
X

હાલ જગત જનની મા જગદંબાની અરાધનાના પર્વ નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બગડીયાએ ઉઘાડા પગે ચોટીલા પર્વત ઉપર ચઢી મા ચામુંડાના દર્શન કર્યા હતાં. માં ચામુંડા માતાજીના આશિર્વાદ લીધા બાદ પોલીસ ક્વાર્ટરમાં બાલ ક્રીડાંગણને ખુલ્લુ મૂક્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા માં ચામુંડા મા ના દર્શન કર્યા હતા, આ વેળાએ એસ.ઓ.જી., એલ.સી.બી. તેમજ જિલ્લાનાં તમામ નાયબ પોલીસ અધિક્ષક, તમામ પોલીસ ઇન્સ્પેકટર સહિત ચોટીલા પોલીસ ટીમ ઉપસ્થિત રહી હતી, હાલ ચાલતી નવરાત્રી દરમિયાન સુરેન્દ્રનગર ના એસ.પી. મહેન્દ્ર બગડીયાએ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે શીશ ઝુકાવીને માતાજી ના આર્શીર્વાદ લીધા હતા. જિલ્લાના પોલીસવડાએ ઉઘાડા પગે ડુંગર ચઢી ને ચામુંડા માતાજી ના દર્શન કરવા માટે પહોંચ્યાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.અને દર્શન કરીને માતાજીના મંદિરના શિખર પર ધ્વજા આરોહણ કરી હતી. ત્યારબાદ ચોટીલા પોલીસ હેડક્વાર્ટરમાં આકાર પામેલ બાલ ક્રીડાંગણ નું ઉદઘાટન કર્યું હતું. અને બાળકો સાથે વાતચીત પણ કરી હતી.

Next Story