1 જાન્યુઆરી, 2025ના રોજ વિશ્વની વસ્તી પહોંચી જશે 8.09 અબજ સુધી
હાલમાં જ યુએસ સેન્સસ બ્યુરોનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી, 2025ના રોજ સમગ્ર વિશ્વની વસ્તી 8.09 અબજ થઈ જશે. ઉપરાંત, વર્ષ 2024માં વસ્તીમાં 71 મિલિયનનો વધારો થયો છે. જો કે, વર્ષ 2023માં વસ્તીમાં 75 મિલિયનનો વધારો થયો છે.