દાહોદ : હાઈટેક પોલીસે થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાની મદદથી ખેતરમાંથી નશાકારક પાકનો કર્યો પર્દાફાશ
દાહોદ પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની સાથે સાથે હવે ડિજિટલ પોલીસ પણ બની ગઈ છે.થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરો પોલીસનો સાથી બન્યો છે.
દાહોદ પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની સાથે સાથે હવે ડિજિટલ પોલીસ પણ બની ગઈ છે.થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરો પોલીસનો સાથી બન્યો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રવિ પાકની સીઝન ચાલુ થતા ખેડૂતો વાવેતર તરફ જોતરાયા છે,પરંતુ બીજી બાજુ DAP ખાતર મેળવવા માટે ખેડૂતોએ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.
સાબરકાંઠા જીલ્લામાં મોડે મોડે પણ ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કરી સારો ભાવ મળી રહે અને કુદરત ન રૂઠે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસેલા પાછોતરા વરસાદે ખેતીમાં ભારે નુકસાન સર્જી દીધું છે.જેમાં ખાસ કરીને ડાંગરના પાકને મોટી નુકસાની પહોંચતા ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી છે.
અમરેલી જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકશાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસેલા પાછોતરા વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ખેતરમાં પલળી ગયેલ ડાંગરને ખેડૂતોએ મુખ્ય માર્ગ પર સુકવવા મૂક્યું છે
ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, રાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા 2-3 દિવસ વરસેલા ભારે વરસાદે જુનાગઢ જીલ્લામાં ખેતીપાકનો સોથ વાળી દીધો છે. મેંદરડા તાલુકામાં હજારો એકર પાકનું ધોવાણ થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ભરૂચ જીલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે ખેડૂતોને વળતર આપવા બાબતે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી, જ્યારે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા આમોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.