અંકલેશ્વર: બે અલગ અલગ સ્થળોએથી ગાંજાનો 10 કિલો જથ્થો ઝડપાયો, રૂ.1.63 લાખનો મુદ્દામાલ જપ્ત
બે અલગ અલગ સ્થળોથી અંદાજિત 10 કિલોથી વધુનો ગાંજો મળી કુલ 1.63 લાખનો મુદ્દામાલ સાથે પોલીસે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
બે અલગ અલગ સ્થળોથી અંદાજિત 10 કિલોથી વધુનો ગાંજો મળી કુલ 1.63 લાખનો મુદ્દામાલ સાથે પોલીસે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરનાં સારંગપુરની મંગલદીપ સોસાયટીમાંથી કારમાં સંતાડેલ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ એ.ઓજી પોલીસના હેડ કોન્સ્ટેબલ ભાવસિંગ વસાવાને બાતમી મળી હતી
અંકલેશ્વરની જૂની મામલતદાર કચેરી સામેથી ભરુચ એસ.ઑ.જીએ મોપેડ પર લઈ જવાતો 1 કિલો 754 ગ્રામ ગાંજા અને મોપેડ મળી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ પોલીસે મૂળ સુધી જતા આ નશાના વેપારના તાર છેક ઓરિસ્સા સુધી પહોંચ્યા છે.