સુરેન્દ્રનગર :પિતા પુત્ર એન્કાઉન્ટરમાં PSI સહિત 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસબેડામાં ચકચાર
ધ્રાંગધ્રા કોર્ટના આદેશના આધારે હવે બજાણા પોલીસ સ્ટેશનમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ધ્રાંગધ્રા કોર્ટના આદેશના આધારે હવે બજાણા પોલીસ સ્ટેશનમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીવારજનોને સાંત્વના આપવા પહોચ્યા હતા,
ભાવનગરમાં છેલ્લા 40 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. અને આ વર્ષે 27 જૂનને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી યોજાશે.
જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ ભવન ખાતે અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રાચીન રાજા રજવાડા અને અંગ્રેજો સમયના સિક્કાની પ્રદર્શની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
એક ઝાડ પર એક જ દોરીથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.ઘટના અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
તુ મારા ઘરે તારી પત્નિ રેખાને શોધવા કેમ આવેલો ? તેમ કહી આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઈ વસાવાએ તેના હાથમાની કુહાડી કમલેશ વસાવાનાં માથાનાં ભાગે મારી હત્યા કરી હતી.
સુરત પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસકર્મીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. જેમાં DCP, ACP સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગરના વઢવાણ આનંદ ભુવન ખાતેથી રૂ. 696.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અને નિર્માણ પામેલ વિવિધ વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.