દિવસભર શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે સવારે આ યોગાસનો કરો
યોગાસન શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને લવચીકતા વધારે છે. નિયમિત યોગાભ્યાસ હૃદયને સ્વસ્થ રાખવા, પાચન, રક્ત પરિભ્રમણ અને હાડકાંને સુધારવા માટે ફાયદાકારક બની શકે છે. યોગ કરવાથી મેટાબોલિઝમ સુધરે છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.