ભરૂચ: શેરપુરા નજીક બિલ્ડરે DPની જગ્યા પર ગેરકાયદેસર રીતે રસ્તો બનાવ્યો હોવાના સ્થાનિકોના આક્ષેપ !
ભરૂચના શેરપુરા નજીક ડી.પી.ની જગ્યા પર બિલ્ડરે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચના શેરપુરા નજીક ડી.પી.ની જગ્યા પર બિલ્ડરે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
દાહોદ જિલ્લાના લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતા, ત્યારે વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.
અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણની કામગીરીમાં નગર સેવા સદન દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ સાથે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા ગાંધીગીરી કરવામાં આવી હતી.
ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારના સ્થાનિકોએ પડતર માંગોને લઈને રજૂઆત કરી હતી.
ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદન બાબતે ખેડૂતો સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં બિસ્માર રસ્તાઓના મુદ્દે પ્રજા પરેશાન થઇ ઉઠી છે, ત્યારે ક્યારે સારા રસ્તાની સુવિધા મળશે તેની કાગડોળે જનતા રાહ જોઈ રહી છે.
ભરૂચ શહેરના વોર્ડ નં. 1ના સરફરાઝ પાર્કમાં પાલિકાની સુવિધાનો અભાવ હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરતા આગામી દિવસોમાં સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી.