ગુજરાતમાં વણથંભી દુષ્કર્મની ઘટના, થાનમાં સગીરાને આઠ નરાધમોએ પીંખી નાખી
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખ્સોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખ્સોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
લીંબડી તાલુકાના રાણાગઢ ગામમાં દશેરાની અનોખી ઉજવણી કરવામાં આવે છે.જેમાં દશેરાના બદલે અગિયારસના દિવસે રાવણ દહન કરવાના બદલે રાવણનો વધ કરવામાં આવે છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનો નવરાત્રીમાં ભવાઈની વેશભૂષા ધારણ કરીને માતાજીની આરાધના કરી રહ્યા છે,અને ભવાઈની સંસ્કૃતિને જીવંત રાખી પરંપરાગત રીતે માતજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્ટેટ વખતના 132 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વર્ષોજૂની પરંપરા અનુસાર વયસ્ક નાગરિકો દ્વારા બેસીને ગરબા ગવડાવવામાં આવે છે
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિધ્ધ યાત્રાધામ ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી. હજારોની સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક મુખ્ય માર્ગ પર ભોગાવો નદીના ધસમસતા પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ ફસાય જતાં વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રાના હરીપર ગામે પાષાણ હૃદય ધરાવતી જનેતાનું કાળજું કંપાવી નાખે તેવું કૃત્ય પ્રકાશમાં આવ્યું છે,માત્ર 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવંત મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગેંગના એક આરોપીને પોલીસે દબોચી લીધો હતો.અને પોલીસે રૂપિયા 8 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.