Connect Gujarat
ટેકનોલોજી

એન્ડ્રોઇડ ફોન પર મૉલવેરનો નવો ખતરો, પર્સનલ ડેટાની કરે છે ચોરી.!

જો તમે એન્ડ્રોઇડ ફોન યુઝર છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ એક નવા વાયરસના ખતરા હેઠળ છે.

એન્ડ્રોઇડ ફોન પર મૉલવેરનો નવો ખતરો, પર્સનલ ડેટાની કરે છે ચોરી.!
X

જો તમે એન્ડ્રોઇડ ફોન યુઝર છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ એક નવા વાયરસના ખતરા હેઠળ છે. મેટાએ એક રિપોર્ટમાં આ ખતરાને લઈને ચેતવણી આપી છે અને કહ્યું છે કે જ્યારે આ વાયરસ તમારી જાણ વગર તમારા ફોનમાં પ્રવેશ કરે છે અને તમે ધ્યાન પણ આપતા નથી. વાસ્તવમાં આ વાયરસ વોટ્સએપ અને યુટ્યુબ જેવી લોકપ્રિય એપની નકલી એપ બનાવીને એન્ડ્રોઇડ ફોન પર હુમલો કરી રહ્યો છે.


જણાવી દઈએ કે આ વાયરસની માહિતી મેટા દ્વારા તેના ત્રિમાસિક એડવર્સરીયલ થ્રેટ રિપોર્ટ-2022માં જાહેર કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, એક નવું Dracarys માલવેર મળી આવ્યું છે, જે એન્ડ્રોઇડ એપનું નકલી વર્ઝન બનાવીને એન્ડ્રોઇડ ડિવાઇસ પર હુમલો કરી રહ્યું છે. આ માલવેર વોટ્સએપ, યુટ્યુબ, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્સની નકલી એપ્સ બનાવી રહ્યો છે અને તેના દ્વારા એન્ડ્રોઈડ ડિવાઈસમાં ફેલાઈ રહ્યો છે. વાસ્તવમાં આ માલવેર એન્ડ્રોઇડ ડિવાઇસમાં પરવાનગી વગર પ્રવેશે છે અને તેની સુરક્ષા ઍક્સેસને બાયપાસ કરે છે. આ પછી, આ માલવેર એન્ડ્રોઇડ ડિવાઇસમાંથી ફોનના કોન્ટેક્ટ અને કોલ ડિટેઇલ્સ, ફાઇલ્સ, એસએમએસ ટેક્સ્ટ્સ, લોકેશન અને પર્સનલ ડેટાની ચોરી કરે છે.

ચિંતાની વાત એ છે કે એન્ટી વાઈરસ એપ દ્વારા પણ Dracarys માલવેરની ઓળખ થઈ રહી નથી. જો કે આ માલવેર હજુ બાલ્યાવસ્થામાં છે, તેથી સાવધ રહીને તેનાથી બચી શકાય છે. જો તમે એન્ડ્રોઈડ યૂઝર છો તો કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરો અને ફોનમાં કોઈપણ નવી એપ ડાઉનલોડ કરતા પહેલા સાવચેત રહો. નવી એપને ફક્ત ઓફિશિયલ એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો.

Next Story