Connect Gujarat
ટેકનોલોજી

વ્હોટ્સએપ પર મેસેજ વાંચ્યા બાદ પણ મોકલનારને નહીં થાય જાણ, આ રહી સરળ ટ્રિક

વ્હોટ્સએપ પર મેસેજ વાંચ્યા બાદ પણ મોકલનારને નહીં થાય જાણ, આ રહી સરળ ટ્રિક
X

ટેકનોલોજીના કારણે વિશ્વ ખૂબ નાનું થઈ ચૂક્યું છે. મેસેજિંગ અને ચેટિંગ એપ્સનો ઉપયોગ મોટાભાગના લોકો કરી રહ્યા છે. જેના કારણે વ્હોટ્સએપ સહિતની મેસેજિંગ એપ્સમાં મેસેજના ઢગલા થાય છે. લોકોની સરળતા માટેની આ મેસેજિંગ એપ ઘણી વખત માથાનો દુઃખાવો પણ બની જાય છે. ઘણી વખત તમારી ઈચ્છા ન હોવા છતાં મેસેજ વાંચવા પડે છે. જો કોઈ વ્યક્તિનો મેસેજ વાંચી લઈએ તો તેને રીપ્લાય કરવાની પણ ફરજ પડે છે. જેથી આજે અહીં વ્હોટ્સએપમાં મેસેજ મોકલનારની જાણ બહાર તેના મેસેજ કઈ રીતે વાંચવા તે અંગે જાણકારી અપાઈ છે. આવું કરવાની સૌથી સરળ પદ્ધતિ રીડ રિસીપ્ટ અથવા બ્લૂ ટિકને બંધ કરી દેવાની છે. પણ આવું કરવાથી અન્ય વ્યક્તિ તમારો મેસેજ વાંચે છે કે નહીં તેની જાણ થશે નહીં.

અલબત, તમે જિજ્ઞાસુ વૃત્તિના હોવ અને વ્હોટ્સએપ મેસેજ કોણે જોયો છે, તે જાણવું હોય પણ તમે મેસેજ જોયો છે તેની જાણ અન્યને ન થાય તેવું ઈચ્છતા હોવ તો આ ટ્રિકને અનુસરી શકો છો. આવું કરવા માટે ફોન પર વ્હોટ્સએપ મેસેજ ખોલતા પહેલા ફોનને એરપ્લેન મોડ પર સેટ કરવો પડશે. ત્યારબાદ તમે WhatsApp મેસેજ વાંચી શકો છો. એરપ્લેન મોડને બંધ કર્યા બાદ તમે વાંચેલો મેસેજ સેન્ડ કરનારને Unread જ દેખાશે.

વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં તે છુપાવા માટે તમારે લાસ્ટ સીન બંધ કરવું પડશે. આ માટે સેટિંગમાં જાવ અને એકાઉન્ટ પર ક્લિક કરો. ત્યારબાદ પ્રાઇવેસી પસંદ કરો. હવે વોટ્સએપ સેટિંગમાં જઈ તમારી Last Seenને બધા જ કોન્ટેક્ટ્સમાંથી Disable કરી શકો છો.

તમે વોટ્સએપ પર કોઈ મેસેજ Unread પણ કરી શકો છો અને તેનો જવાબ બાદમાં આપી શકો છો. જેનાથી તમને યાદ રાખશો કે તમારી પાસે આ મેસેજ Unread છે અને તેનો રીપ્લાય આપવાનો બાકી છે. કોઈ પણ મેસેજને Unread કરવા માટે તે મેસેજ પર ટેપ કરી હોલ્ડ કરો. જોકે, મેસેજ મોકલનારને મેસેજ વાંચી લીધો છે તેની જાણ થઈ જશે.

Next Story