Connect Gujarat
ટેકનોલોજી

પ્રથમવાર દુનિયાભરમાં ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવા કલાકો સુધી રહી બંધ, જાણો આખરે શું છે મામલો

ફેસબુક અને તેની સહયોગી કંપનીઓ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સર્વિસ હાલ બહાલ થઈ ગઈ છે

પ્રથમવાર દુનિયાભરમાં ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવા કલાકો સુધી રહી બંધ, જાણો આખરે શું છે મામલો
X

ફેસબુક અને તેની સહયોગી કંપનીઓ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સર્વિસ હાલ બહાલ થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું કે દુનિયાભરમાં ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવા કલાકો સુધી બંધ રહી. સોમવારે રાતે લગભગ 9.15 વાગે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઠપ થઈ ગઈ. મંગળવારે સવારે 4 વાગે ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ફરીથી કાર્યરત થયા. જો કે હજુ પણ સ્પીડ ધીમી છે. કંપનીએ એ નથી જણાવ્યું કે આ મુસીબતનું કારણ શું હોઈ શકે છે. વેબસાઈટ્સ અને એપમાં મુશ્કેલી થવી સામાન્ય છે. જો કે વૈશ્વિક સ્તરે આવું થવું દુર્લભ છે. અત્રે એ ખાસ જણાવવાનું કે ફેસબુક હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

કંપનીના પ્રોડક્ટ્સ અને નિર્ણયોના નેગેટિવ પ્રભાવ અંગે ઈન્ટરનેટ રિસર્ચને લઈને કંપનીની જાગૃતતાને ઉજાગર કરનારા ધ વોલ સ્ટ્રીટ જર્નલના લેખોની શ્રૃંખલાની એક સૂત્ર અને વ્હિસલબ્લોઅર રવિવારે '60 મિનિટ્સ' પર જાહેર પણ થઈ ગઈ. આ જ મહિલાના હવાલે 'ધ વોલ સ્ટ્રી જર્નલ'એ અનેક લેખ પણ પ્રકાશિત કર્યા. ફ્રાન્સિસ હોગનની ઓળખ રવિવારે '60 મિનિટ્સ' સાક્ષાત્કારમાં તે મહિલા તરીકે થઈ જેણે ગુમનામ રીતે Federal law enforcement in the United States સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે કંપનાના પોતાના જ રિસર્ચથી જાણવા મળે છે કે તે નફરત અને ખોટી સૂચનાઓને કેવી રીતે પ્રોત્સાહન આપે છે, જેનાથી ઘ્રુવીકરણ વધે છે અને ઈન્સ્ટાગ્રામ ખાસ કરીને કિશોરીઓના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

ધ વોલ સ્ટ્રીટ જર્નલના લેખોને ધ ફેસબુક ફાઈલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેણે કંપનીની એક એવી તસવીર રજુ કરી છે કે જે જનતાની ભલાઈ કરવાની જગ્યાએ વિકાસ અને પોતાના ખુદના હિતો પર કેન્દ્રિત છે. ફેસબુકે રિસર્ચને વધુ મહત્વ ન આપવાની કોશિશ કરી. કંપનીના નીતિ અને જાહેર મામલાના ઉપાધ્યક્ષ નિક ક્લેગે શુક્રવારે એક જાહેરાતમાં ફેસબુક કર્મચારીઓને લખ્યું કે હાલના વર્ષોમાં સોશિયલ મીડિયાનો સમાજ પર મોટો પ્રભાવ પડ્યો છે અને ફેસબુક હંમેશા એક એવું મંચ હોય છે જ્યાં આ ચર્ચાનો મોટાભાગનો હિસ્સો સામે આવતો હોય છે.

અત્રે જણાવવાનું કે અચાનક જ સોમવારે રાતે લગભગ 9.15 વાગે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઠપ થઈ ગઈ. મંગળવારે સવારે 4 વાગે ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ફરીથી કાર્યરત થયા. આ શટડાઉન પાછળ કારણ શું હતું તે હજુ સામે આવ્યું નથી. વેબસાઈટ્સ અને એપમાં મુશ્કેલી થવી સામાન્ય છે. જો કે વૈશ્વિક સ્તરે આવું થવું દુર્લભ છે. પણ એક વાત તો ચોક્કસ છે કે ફેસબુક હાલ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ પર તેની શું અસર જોવા મળે છે.

Next Story