Connect Gujarat
ટેકનોલોજી

જો તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છો તો આ રીતે પરત મેળવી શકાશે રૂપિયા

આજકાલ ઓનલાઇન છેતરપિંડીના અનેક કેસો સામે આવી રહ્યા છે. દરેક બેંક પોતાની એપ્લિકેશન ધરાવે છે, તેથી

જો તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છો તો આ રીતે પરત મેળવી શકાશે રૂપિયા
X

વિશ્વભરમાં લોકોના જીવન સાથે ટેક્નોલોજી શબ્દ આજે એ રીતે ગૂંથાઈ ગયો છે કે, હવે તેના વગર જીવન લગભગ અશક્ય લાગે છે. જોકે, લોકોની આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં ટેક્નોલોજીએ અનેક રીતે કામોને સરળ પણ બનાવ્યા છે. પરંતુ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ ટેક્નોલોજીની પણ બીજી ખરાબ બાજુ છે. આજકાલ ઓનલાઇન છેતરપિંડીના અનેક કેસો સામે આવી રહ્યા છે. દરેક બેંક પોતાની એપ્લિકેશન ધરાવે છે, તેથી લોકો પોતાની દરેક માહિતી ઓનલાઇન શેર કરે છે અને તે જ કારણે હેકર્સને પૈસા લૂંટવાનો અવસર મળી જાય છે. આ રીતે વધી રહેલા છેતરપિંડીના બનાવોને ધ્યાનમાં લઇને સિસ્ટમ બનાવવામાં આવી છે. જેથી લોકોની મહેનતની કમાણી સુરક્ષિત રહી શકે. આવો જાણીએ શું છે આ સિસ્ટમ.

ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ સાઇબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલ તૈયાર કર્યું છે. તે માટે તમે https://cybercrime.in/Default.aspx લિંક પર જઈ શકો છો અથવા હેલ્પલાઇન નંબર 155260 પર સંપર્ક કરી શકો છો અને તમારી ફરીયાદ નોંધાવી શકો છો.જો તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છો તો આ રીતે પરત મેળવી શકાશે રૂપિયા

દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, આસામ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના લોકો આ નંબર પર સપ્તાહમાં ગમે તે સમયે ફરીયાદ નોંધાવી શકે છે. જ્યારે અન્ય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહેતા લોકો સવારે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી ફોન પર ફરીયાદ નોંધાવી શકે છે. ફરીયાદમાં તમારે બેંક કે વોલેટ (PhonePe, Google Pay, Paytm etc) વિશે જાણકારી આપવી પડશે.

જો તમે આપેલા નંબર પર ફોન કરશો તો ફોન સાઇબર ક્રાઈમ કોલ સેન્ટરમાં જશે. ફ્રોડની જાણકારીના આધારે જે બેંક એકાઉન્ટમાં પૈસા પહોંચ્યા હશે, તે એકાઉન્ટને સાઇબર ક્રાઇમ દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવશે. એટલે તે એકાઉન્ટનો માલિક પૈસા ઉપાડી શકશે નહીં.

જો તમારી ફરીયાદ પાત્ર ઠરશે તો તે એકાઉન્ટમાંથી તમામ પૈસા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાશે. પૈસા પરત તે બેંક દ્વારા કરવામાં આવશે. જો ફ્રોડ કરનારે તમારી ફરીયાદ પહેલા પૈસા ઉપાડી લીધા હશે તો તે સ્થિતિમાં તમારી ફરીયાદને તમારા ક્ષેત્રના પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે. જે બાદ પોલીસ કાર્યવાહી કરશે.

જો તમે ક્યારેય પણ સાઇબર ક્રાઇમનો શિકાર બનો તો તરત જ ફરીયાદ દાખલ કરો. પૈસા ટ્રાન્સફરના નામે કોઈ પણ સાથે તમારી બેંક ડિટેઇલ કે ઓટીપી શેર ન કરો. જો તમારા ફોન પર કોઈ લિંક આવે તો તેના પર ક્લિક કરવાનું ટાળવું હિતાવહ છે.

Next Story