Connect Gujarat
Featured

ભરૂચ : અંકલેશ્વર-હાંસોટના ખેડૂતોની “આશા” પર ફરી વળ્યું “નિરાશા”નું પાણી, જાણો શું છે કારણ..!

ભરૂચ : અંકલેશ્વર-હાંસોટના ખેડૂતોની “આશા” પર ફરી વળ્યું “નિરાશા”નું પાણી, જાણો શું છે કારણ..!
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં આ વર્ષે મોટા પ્રમાણમાં ડાંગરનો પાક ઉતરે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ ભારે વરસાદના કારણે ડાંગરના ઉત્પાદનમાં 30થી 40 ટકાનો ઘટાડો થતાં ખેડૂતોને પડતાં પર પાટુ જેવો ઘાટ થયો છે.

ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં ખેડૂતોએ મોટાપાયે ડાંગરનું વેવતર કર્યું હતું. જોકે ચાલુ સિઝનમાં વરસાદને જોતાં મોટા પ્રમાણમા ડાંગરનો પાક ઉતરે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ વિદાય લઈ રહેલા વરસાદે ફરી દસ્તક આપતા અંકલેશ્વર પંથકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતાં ડાંગરના પાકને મોટું નુકશાન થયું છે.

હાલ તો ખેડૂતો પાકની કાપણીમાં જોતરાયા છે, પરંતુ ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના પગલે હારવેસ્ટર મશીન પણ કામે લાગી શકતા નથી, ત્યારે ખેડૂતોએ અન્ય જિલ્લામાંથી 3 ગણા ભાવે મશીનો મંગાવી ડાંગરનો પાક કટિંગ કરવો પડી રહ્યો છે. ડાંગરના ઉત્પાદનમાં પણ 30થી 40 ટકાનો ઘટાડો થતાં ખેડૂતોનો પડતાં પર પાટુ જેવો ઘાટ થયો છે.

Next Story