કોરોનાકાળમાં હવાઈ મુસાફરી કરવી છે: વાંચી લો એર ઇન્ડિયાની દરેક રાજ્યો માટેની નવી ગાઈડલાઇન

કોરાનાકાળમાં હવાઈ મુસાફરીના નિયમો સતત બદલાઈ રહ્યા છે. એર ઈન્ડિયાએ તાજેતરમાં જ તેને અનુલક્ષીને ડોમેસ્ટિક પેસેન્જર્સ માટે રાજ્ય પ્રમાણેની નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જો તમે એર ઈન્ડિયામાં મુસાફરી કરી રહ્યા છો તો તમારે વિવિધ રાજ્યોનું કોવિડ-19 રેગ્યુલેશનનું લિસ્ટ જાણવું જરૂરી છે.
ગુજરાત
ગુજરાતમાં આવવા પર RT-PCR ટેસ્ટની જરૂર નથી. જોકે જે પેસેન્જર સુરત જઈ રહ્યા છે તેમણે SMC કોવિડ-19 ટ્રેકર પ્લે સ્ટોરમાંથી ઈન્સ્ટોલ કરવું જરૂરી છે.
આંદામાન
મુસાફરીના 48 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ કરાવવો. તમામ મુસાફરોએ રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કરાવવો જરૂરી. આંદામાનમાં આવનારા તમામ મુસાફરો માટે 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે.
ગોવા
ગોવામાં મુસાફરી કરી રહેલા પેસેન્જરે કોવિડ-19ની રસીના બન્ને ડોઝ લીધા હોય, કોઈ લક્ષણ દેખાતાં ન હોય તો તેમને માટે RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી નથી. જોકે 2 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિએ RT-PCR ટેસ્ટ રિપોર્ટ લઈ જવો જરૂરી છે. પેસેન્જર તેની મુસાફરીના 14 દિવસ પહેલાં ફુલ્લી વેક્સિનેટેડ હોવો જોઈએ.
ઉત્તરાખંડ
ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાંથી અહીં આવી રહેલા પેસેન્જરનો કોવિડ-19 ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવશે. જે પેસેન્જરનો RT-PCR/એન્ટિજન્ટનો રિપોર્ટ નેગેટિવ હશે તેને ક્વોરન્ટીનમાંથી મુક્તિ આપવામાં આવશે. જોકે રસીના બંને ડોઝ લીધા હોય તેવા પેસેન્જરે નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ લાવવા જરૂરી નથી.
રાજસ્થાન
જે પેસેન્જરે કોવિડની રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તેમણે RT-PCR ટેસ્ટ રિપોર્ટ લાવવાની કે ક્વોરન્ટીન થવાની જરૂર નથી. જે પેસેન્જરે રસી લીધી નથી તેવા પેસેન્જરે ઉડાનના 72 કલાકથી જૂનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ ન લાવવો.
તામિલનાડુ
લક્ષણ ધરાવતા હોય તેવા પેસેન્જરે એરપોર્ટ પર ઊતર્યા પછી ટેસ્ટ કરાવવો જરૂરી છે. કોઈમ્બતોરમાં આવતા પેસેન્જર પાસે ઓટો ઈ-પાસ હોવો જરૂરી છે. તેમણે જતી વખતે પણ 72 કલાકથી જૂનો ન હોય તેવો નેગેટિવ RT-PCR રિપોર્ટ લાવવો જરૂરી છે.
મહારાષ્ટ્ર
જે પેસેન્જર પાસે નેગેટિવ RT-PCR રિપોર્ટ નહિ હોય તે ફ્લાઈટમાં બેસી શકશે નહિ. જે પેસેન્જર 7 દિવસ કે તેનાથી ઓછા સમય માટે ટ્રાવેલિંગ કરે છે, તેને ફરજિયાત ક્વોરન્ટીનમાંથી મુક્તિ અપાશે.
કર્ણાટક
કેરળ, મહારાષ્ટ્રમાંથી કર્ણાટકમાં આવતા પેસેન્જરે 72 કલાકથી જૂનો ન હોય એવો RT-PCR નેગટિવ રિપોર્ટ લાવવો જરૂરી છે. આ સિવાય જ પેસેન્જરે વેક્સિનેશનનું સ્ટેટસ પણ દર્શાવવું જરૂરી છે.
કેરળ
કેરળમાં આવી રહેલા પેસેન્જરે મુસાફરીના 72 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.
હિમાચલ પ્રદેશ
લક્ષણ ન ધરાવતા હોય તેવા વિવિધ રાજ્યોના પેસેન્જરને ક્વોરન્ટીનમાંથી અહીં મુક્તિ આપવામાં આવી છે. જોકે તેમણે આ માટે મુસાફરીના 96 કલાક પહેલાં થયેલો કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે.
જોકે જે મુસાફરો એવી જગ્યાએથી આવી રહ્યા છે જ્યાં કોવિડ-19ના કેસ ખૂબ વધુ છે, તેમના માટે 7 દિવસનું ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન ફરજિયાત છે. પછી પણ આ મુસાફરોએ 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું જરૂરી છે.
જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં આવતા તમામ પેસેન્જર્સ માટે કોવિડ-19 એન્ટિજન્ટ ટેસ્ટ ફરજિયાત છે. જે પેસેન્જર કોન્ટેક્ટેબલ ફોન નંબર કે આરોગ્ય સેતુ એપ ન ધરાવતા હોય તેમના માટે ઈન્સ્ટિટ્યૂશન ક્વોરન્ટીન ફરજિયાત છે.
આંધ્રપ્રદેશ
કોરાનાનાં કોઈપણ લક્ષણ ન દેખાતાં હોય તેવા પેસેન્જરે પણ અહીં 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે.
આસામ
એરપોર્ટ પર ઊતર્યા પછી રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. જો આ ટેસ્ટમાં પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેણે 14 દિવસ ક્વોરન્ટીન રહેવું જરૂરી છે. પેસેન્જરે પોતાની સાથે RT-PCR ટેસ્ટ રિપોર્ટ લાવવો ફરજિયાત છે અને સાત દિવસનું હોમ ક્વોરન્ટીન જરૂરી છે.
બિહાર
પટના અને અન્ય એરપોર્ટ પર આવતા ડોમેસ્ટિક પેસેન્જરે RT-PCR કરાવવાની જરૂર નથી. જોકે તમામ પેસેન્જર્સનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવશે અને જેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને હોમ ક્વોરન્ટીન રહેવાનું કહેવામાં આવશે.
દિલ્હી
એરપોર્ટ પર ઊતર્યા પછી તમામ પેસેન્જરનું થર્મલી સ્ક્રીનિંગ થશે અને લક્ષણો ધરાવતા પેસેન્જર્સે 14 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે. રસીના બંને ડોઝ લઈ ચૂકેલા કોઈ લક્ષણ ન ધરાવતા તમામ પેસેન્જરે RT-PCR રિપોર્ટ કરાવવો જરૂરી નથી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT