Connect Gujarat
ટ્રાવેલ 

ચોમાસામાં આ પ્રવાસન સ્થળો બની જાય છે સ્વર્ગ સમાન, ફરવા જવાનું વિચારતા હોય તો આ જગ્યાએ જ જજો...

ચોમાસામાં આ પ્રવાસન સ્થળો બની જાય છે સ્વર્ગ સમાન, ફરવા જવાનું વિચારતા હોય તો આ જગ્યાએ જ જજો...
X

ચોમાસામાં પાર્ટનર સાથે રજાઓ ગાળવાની મજા જ કઈક અલગ હોય છે. એકદમ શાંત વાતાવરણ અને થીમો થીમો ઝરમર ઝરમર વરસાદ આપના તન અને મનને આનંદથી ભીંજવી દે છે. આવી જ્ગ્યાએ ફરવા જણાવી ખૂબ જ મજા આવે છે. જો તમે હનીમૂન પર જવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમને એવી જગ્યાઓ વિષે જણાવીશું જે તમારી સફરને યાદગાર બનાવે અને જિંદગીભરનું સંભારણું બની જાય.

1. વાયનાડ : વાયનાડની સુંદર ખીણોમાં એક બીજાને જાણવું તે ખૂબ જ યાદગાર બની જાય છે. અહીની પ્રકૃતિક સુંદરતા અને ધીમો ધીમો વરસાદ તમારા હનીમૂનને યાદગાર બનાવે છે. અહીં ચારે તરફ ફેલાયેલી હરિયાળી તમારું મન મોહી લેશે.

2. ગોવા : ચોમાસામાં પાર્ટીઓ વરસાદ સાથે ગોવા શ્રેષ્ઠ ડેસ્ટિનેશન છે. જો કે ગોવા ઓલ ટાઈમ ફેવરિટ હનીમૂન ડેસ્ટિનેશન છે. પરંતુ વરસાદમાં આ જગ્યાની સુંદરતા વધી જાય છે.

3. મહાબળેશ્વર : વરસાદની મોસમમાં ફરવા માટે મહાબળેશ્વર શ્રેષ્ઠ સ્થળ છે. તમને ચોમાસામાં હનીમૂન માટે આનાથી વધુ સુંદર જ્ગ્યા બીજે ક્યાય નહીં મળે. અહીની હરિયાળી અને અહિના ધોધ તમને અહીથી જવા જ નહીં દે.

4. કુર્ગ : કર્ણાટકમાં આવેલું કુર્ગ પણ ખૂબ જ સુંદર સ્થળ છે. હરિયાળી અને વહેતા ધોધની વચ્ચે કુદરતનો આનદ માણવો એ એક અનોખી મજા છે. આ નાના શહેરમાં સુંદરતાના અનેક ખજાનાઓ છુપાયેલા છે.

Next Story